Wednesday, April 7, 2010 4 comments

પ્રભુ શ્રી રામ સાથે વાર્તાલાપ!!!


અડ્ધી રાત્રે ઉંઘ ઉડી ગઇ. પહેલીવાર આમ ઉંઘ માથી સફાળો જાગી ગયો. અમસ્તું જ નહોતુ થયુ જે પણ થયુ તે. આજના આ યાંત્રિક યુગ માં માણસ પાસે પોતાનું ગણી સકાય તેવુ વ્યાજ ફક્ત ઉંઘ જ તો છે. પણ આજે ઉંઘ ઉડ્વાનુ કારણ મે જોયેલુ એક વિચિત્ર સ્વપ્ન હતુ.

આખા પરિવાર નુ ક્યાંક જંગલ માં જવુ. માતાજી નું મંદિર. ગાઢ જંગલ માં જુના બાધંકામ વાળુ એક દિવ્ય મંદિર. રાતવાસો કરવો. અડધી રાત્રે ખબર પડવી કે જંગલ માથી જંગલી જાનવરો નુ અક્મણ થવુ. મંદિરનાં ગર્ભગ્રુહ્ માં જીવન-મ્રુત્યુ વચ્ચે જોલા ખાતા મારા પરિવાર ને ભગવાન ના મંદિર માંજ મ્રુત્યુ સામે હારતા જતા જોવા. પોલિસ ને જાણ થવી અને અમારો સામુહિક બચાવ.

લાગે છે ને કોઇ અંગ્રેજી પિક્ચર ની એકદમ રોચક વાર્તા? પણ ના, મુખ્ય વાર્તા તો હવે ચાલુ થાય છે. પોલિસ ની વાન માં હુ છેલ્લો હતો દાખલ થવા માટે. વાર્તા પુરી થવાની જ હતી ત્યાંજ ભગવાન રામ પ્રગટ થયા અને મને પકડી લીધો. પોલિસ ની વાન ચાલી અને અદ્રશ્ય થઇ ગઇ અને સાથે-સાથે મારો પરિવાર પણ. ફક્ત અમે ત્રણ જ બાકી રહ્યાં ત્યાં- હું, ભગવાન રામ અને જંગલી જાનવરો નો ખૌફ. સાચે, ભગવાન હાજર હોવા છ્ત્તા મને બીક હતી મનમાં. સાચુ કહું તો આજ સુધી એટલા બનાવટ કરનારા જોયા છેને કે મને પ્રભુ રામ પણ પહેલા તો મંદિર મા અમારી જાણ બહાર વસતો કોઇ બહુરુપી જ લગ્યા. મનુષ્ય છું ને શક ગર્ભ માથી જ લઇને જન્મ્યો છું.

સમય પસાર થતો ગયો અને મારી અધિરાઇ પણ વધતી ગઇ, કે મારા જેવા સામાન્ય માણસ ને ભગવાન રામ કેમ મળ્વા આવ્યા, ના મેં કોઇ તપ કર્યુ છે ના મેં કોઇ એવુ કામ કર્યુ છે જેનાથી ચાર હાથ, મુગટ પહેરેલા ભગવાન રામ ફટ કર્તા પ્રગટ થઇ ગયા મને મળવા. આવા વિચારો માં મારુ મન વમળાઇ રહ્યું હતુ ત્યાંજ શ્રી રામે મને જગાડ્યો અને મને કહ્યુ કે “વત્સ, આવ મારા ખભા પર બેસ. જેવો હું ખભા પર બેઠો કે ભગવાન ને આંગળી ચિંધી ને મને પેલી પોલિસ ની વાન બતાવી જેમાં બેસી ને મારો આખો પરિવાર ઘર તરફ જવા નિકળ્યો હતો અને પ્રભુ બોલ્યા :- “ વત્સ! જો આ દુનિયા અને મનુષ્યો. જીવ બચાવવા શું-શું કરતા હોય છે. પોતાનુ જીવન બચાવવા માટે કેટ-કેટલા પ્રય્ત્નો કરતા હોય છે. ભગવાન આગળ બોલ્યા :- “ મને સમજાતુ નથી કે આમ પોતાનુ અને પોતાના સગા નું જીવન બચાવા માટે મનુષ્ય અન્ય ને શા માટે મુશ્કેલી આપતો હશે? જ્યારે તેને ખબર જ છે કે જીવન અને મ્રુત્યુ તેમના હાથ ની વાત નથી.

હું ભગવાન ને સાંભળતો રહ્યો અને વિચારતો રહ્યો અને પછી ભગવાન ને મેં જવાબ આપ્યો એક મનુષ્ય બનીને. મે કહ્યું પ્રભુ તમને મારે કહેવાય તો નહી પણ આજે તમે પુછ્યુ છે તો તમને એક ઘટ્ના યાદ કરાવું.

જ્યારે રામાયણ નુ યુદ્ધ ચાલતુ હતુ ત્યારે મેઘનાદ ના એક બાણ થી તમારા ભાઇ લક્ષમણ મુર્છીત થઇ ગયા હતા ત્યારે, લંકા ના ઑફીશિયલ વૈદ્ય એ કીધુ કે હિમાલય ના કોઇ એક શિખર પર કોઇ એક જડીબુટ્ટિ થી લક્ષમણ કદાચ બચી જાય. બસ આટલી જ વાત થઇ અને તમે કોઇપણ જાતનો વિચાર કર્યા વગર હનુમાનજી ને આદેશ( ઓર્ડર શ્બ્દ નહી વાપરુ, વાત સત યુગ ની છે ને એટલે) આપી દીધો કે ઉપડો ફટાફટ અને જલ્દી પાછા આવી જજો. તો પ્રભુ આ કોઇ કળયુગ માં ઉપજાવી કાઢેલો ચિલો નથી આતો તમે જ યુગ યુગ થી સમજાવતા-શીખવતા આવ્યા છો.

મેં આગળ ચલાવ્યુ, કે હે પ્રભુ તમે હમેંશા ફરિયાદ કરો છો કે આ સમાજ માં મનુષ્ય ને મનુષ્ય ની કિંમત નથી, તો જ્યારે હનુમાનજી આટલો મોટો પર્વત લઇને પાછા ફરતા હતા ત્યારે તમારા ભાઇ ભરતે કઇજ વિચાર્યા વગર તેમને બાણ મારી ને નિચે પાડી દીધા, તમે તો અંતરયામી છોને તો ત્યારે તમે ભરતભાઇ ને કહી શ્ક્યા હોત કે ભાઇ ત્યાથી કોઇ ભારે તેજસ્વી, પુંછ્ડીવાળો કોઇ વાદંરો ઉડતો દેખાય તો ડરીશ નહી, એને જવા દેજે આપણો જ માણસ છે.એતો બજરંગ બલી હનુમાનજી હતા, શ્ક્તિમાન હતા તો વળી બાણ સહન કરી ગયા બાકી તમે કળયુગ માં દવાખાના માં ઇંજેક્સન લેવા માટે દાકતર ની રાહ જોતા બિચારા મનુષ્ય નો ચેહરો નથી જોયો પ્રભુ.આવુ તમે કરી જ શક્યા હોત, પણ ના તમે ના કર્યુ. અને આજે જ્યારે કોઇ સરકારી કચેરી માં ઉંચા હોદ્દા પર બેસતો અધીકારી તેની જ નીચે કામ કરતા કોઇ બિચારા કર્મચારી ને ઉનાળા ની ગરમી માં ભર બપોરે સાયકલ લઇને ટિફિન લેવા મોકલે અને તે કર્મચારીના ઘરે તેની સાથે સાવ નોકર જેવુ વર્તન કરવામાં આવે ત્યારે તમને કોઇ હક નથી મનુષ્ય જાતી ને પુછવાનો કે તમે કેમ તમારા સેવક ને સમ્માન નથી આપતા. તમે હનુમાનજી ને દિલ માં જગા આપી તેમ સરકારી અધિકારી તેને પગાર ચુકવે છે, વાર તહેવારે બોનસ આપે છે. તો આ પણ યુગ યુગ થી તમે જ શિખવતા આવ્યા છો મનુષ્ય ને , અને આજે તમે એજ વિચારો પર આક્ષેપ કરી રહ્યા છો?

તમારા ભગવાન લોકો નો આજ પ્રોબલેમ છે, તમે લોકો પહેલેથી બધુ ન્ક્કી કરી ને રાખો છો અને જ્યારે તેનાથી કઇક વધારે મનુષ્ય કરી બતાવે ત્યારે કળયુગ ના નામે અમારી શોધ ને પાપ-પુણ્યના બિબાં માં ઢાળવાનો પ્રયાસ કરો છો. સતયુગ માં ભગવાન હોય કે રાક્ષસ બધા હવામાં વિચલન કરી શક્તા હતા, અમને મનુષ્યો ને આ શ્ક્તિ થી વંચિત રાખ્યા. અમે પણ જન્મ થી તો વિનમ્ર જ હોઇયે છીયે, પણ જીવન માં આવતી નરી વસ્તવિક્તાઓ, ગરીબી, લાચારી અને જરુરિયાત અમને અપ્રામાણીક,લચાર,કપટી અને ગર્જુડા બનાવે છે. સત યુગ માં દેવ હોય કે દાનવ તમામ ઉડી શક્તા, વિહરી શક્તા પણ ના કળયુગ નુ બહાનુ કાઢીને અમને એ શ્ક્તિ થી પણ વંચીત રાખવામાં આવ્યા. અમે મનુષ્ય પણ સમજીયે છીએ કે જરુરિયાત શોધ ની જનેતા છે. જો તમે પક્ષી ને ચાલતા અને મનુષ્યો ને ઉડવાની છુટ/શક્તિ આપી હોત તો કદાચ આજે મારે મારા પરિવાર ને બચાવવા માટે કોઇ અન્ય ની મદદ ન લેવી પડી હોત.

મહાભારત ના યુદ્ધ માં અર્જુન ને તમે ઉપદેશ આપ્યો કે “કર્મણિયે વાદીકા રસ્તે, માં ફલેષુ કદાચનં:”, અર્થાત કર્મ હમેંશા તેના ફળ કર્તા વધારે મહત્વ ધરાવે છે. હું આ જ્ઞાન ને વંદન કરુ છુ પરંતુ જ્યારે પ્રહલાદ ને તેના પિતા હિરણ્યકશ્યપ મારવા માટે થનગની રહ્યા હતા ત્યારે પ્રહલાદ ના મન માં ભક્તિ ના બદલામાં મદદે આવવા માટે આજીજી કરવાનો કિમિયો તમે જ ઉત્પન્ન કેમ કર્યો હતો. હોલિકા ને વરદાન હતુ કે તેને આગ નહી જલાવી શકે અને પછી પોતાની સરમુખ્તિયાર શાહી જાળવી રાખવા માટે, હોલિકા એ વર્ષો સુધી તપ કરીને મેળવેલા વરદાન ની અવગણના કરી ને તેનો ખાત્મો કર્યો. તો આજે અગર મનુષ્ય પોતાન ફાયદા માટે કોઇ એવુ પગલુ ભરે કે જેનાથી કદાચ કોઇનો હક, ફાયદો ખોરવાઇ જાય તો તેમાં પાપ-યુણ્ય ની ગણત્રિ ને તો અવકાશ જ નથી.

મહાભારત માં ભાઇ-ભાઇ વચ્ચે કર્મ-ધર્મ નાં નામે યુદ્ધ કરાવી ને કળયુગ માં તમે ભાઇચારો યાચો છો પ્રભુ તે ક્યાનો ન્યાય છે? અને પરિક્ષા લેવાનો તો તમારો બહુ જુનો શોખ છે પછી એ રામાયણ માં માતા સીતા હોય, કે મહાભારત મા ભિષ્મ કે પછી ગોપી-રાધા ના પ્રેમ ની કસોટી હોય.

અંતે હું તમને ફક્ત એટ્લુ જ કહિશ પ્રભુ કે આ યુગમાં આંતરીક મનથી વિચારનારા ઘણા ઓછા અથવા તો નહિવત છે. કદાચ મારી વાતો તમને વ્યર્થ લાગે અથવાતો ભૌતિક્તા થી ભરેલી લાગે પરંતુ મનુષ્ય બનીને એકવાર જીવનમાં આવતી મુશ્કેલીઓ અને લાચારીઓ ને એક વખત નિકટ થી અનુભવી જુવો, ત્યારે ખબર તમને સમજાશે કે ભૌતિક સુખો માં રાચતો મનુશ્ય આજે પણ કેમ રોજ સવારે તમારી સામે 2 હાથ જોડી ને ઉભો રહે છે.
મારી હૈયા વરાળ શાંત થઇ અને પ્રભુ હસ્યા અને પછી મને એટ્લું જ કહ્યુ કે


“કોક જીવી ને પણ ભુલે છે જીવન ના સત્યો, ને કોક અજાણ્યે જ્ જીવી જાય છે,
આતો મધુર રસ છે વત્સ, કોક સાચવી જાણે છે,તો કોઇ પી જાય છે”


આટ્લુ કહી ને પ્રભુ અદ્રશ્ય થઇ ગયા,મારી આંખોને એક તેજ્સ્વી પ્રકાશે આંજી દિધી અને જ્યારે ખુલી ત્યારે હુ મારા પલંગ સુતો ખુલ્લી આંખે જાગ્તો હતો.

 
;