Sunday, February 7, 2010 1 comments

મુક્તિ-બંધન!!

"જીવન કેરી કિતાબ માં કોરો રહ્યો છું,
પૂર્ણ થઇ આ દુનિયા ને હું ક્યાંક અધુરો ક્યાંક પૂરો રહ્યો છું"

જીવન શું છે? આ પ્રશ્ન પર પ્રકાશ ફેંકનારા, વિચારનારા, પૂછનારા, ચર્ચા કરનારા કહેવાતા અથવા તો સાચા ધર્મગુરુઓ જે કઈ પણ કેહતા હોય. જીવન દરેક વ્યક્તિનું પોતાનું એક આગવું અલગ પ્રશ્નાર્થ ચિન્હ છે. જેનો જવાબ યાતો જેતે મનુષ્ય પોતેજ આપી શકે યાતો સૃષ્ટિ ના સર્જનકર્તા વિધાતા પોતે.

જન્મ થી મૃત્યુ વચ્ચે મળેલા તમામ પર્વ, ક્ષણ, શ્વાસ, ઉચ્છવાસ અથવાતો મળેલા તમામ ધબકારા જીવંત સૃષ્ટિ ને એકજ મૂળ સમજાવે છે એ છે જીવન નો ધ્યેય, સૃષ્ટિ ઉત્પન્ન થવા પાછળ નું મૂળ. કોઈ પણ જીવ દુનિયા માં એક ચોક્કસ મકસદ સાથે જન્મે છે. પાપ અને પુણ્ય તો જીવન ના બે કિનારા છે. જે પાપ ના કિનારે થી નાવ હંકારે છે તે પુણ્ય સુધી પોહ્ચવા મથે છે અને જે પુણ્ય ના કિનારે થી નીકળે છે તે પાપ તરફ વહેતો જાય છે અને તટસ્થ રહેવા મથનારા તમામ મધદરિયે ડૂબી જાય છે.

જીવન વિધાતા એ લખેલું એક નાટક છે જેમાં તમામ નો કોઈ નિશ્ચિત અને અતિ મહત્વ નો ભાગ છે. તમામ જીવન ભાર પોત પોતાના એ ભાગ ને જીવવા સમજવા કાંતો સમજાવવા મથે છે. અને અંતે હસતા યા તો રોતા એ મંચ પરથી વિદાય લે છે.

જેમ શાળા ના કોઈ વર્ગખંડ માં બેઠેલો વિદ્યાર્થી સામે પડેલા પુસ્તક ની અનુક્રમણિકા માં જોતો વિચારતો હોય કે કયું પ્રકરણ પેહલા વાંચું ને કયું પછી, કયું સહેલું હશે ને કયું અઘરું; તેમ આપનું જીવન પણ એક પુસ્તક છે જેની અનુક્રમણિકા માં પ્રથમ પ્રકરણ જન્મ છે અને અંતિમ મૃત્યુ અને તેમની વચ્ચે ના તમામ પ્રકરણ ના ક્રમ દરેક ના પુસ્તક માં જુદા જુદા છે. ક્યાંક સુખ નો સરવાળો મોખરે છે તો ક્યાંક દુખની બાદબાકી. પરંતુ તમામ ને દરેક પ્રકરણ ભણવા- સમજવા જ પડે છે.

જીવન એક મંથન છે સત્ય અને અસત્ય વચ્ચે રહેલા ભેદનું. એક તરફ થી ભૌતિક સમાજની ઇચ્છાઓ જોર કરે છે અને બીજી તરફ થી કાલ્પનિક દુનિયા ની મહેચ્છાઓ. અને વચ્ચે વાસ્તવિકતાઓ ના મોજા હિલોળા લેતા રહે છે. જીવન એક નદી છે જે જન્મ ની ગંગોત્રી માંથી નીકળી ને દુનિયા ના તડકા છાયા જોતી, મૃત્યુ ના અનંત દરિયા ને જ જઈ મળે છે. અને તુરંત જ આત્મ ની બાષ્પ નવું વાદળ, નવું શરીર શોધી ને જેમ એક વિદ્યાર્થી દર વર્ષે નવા વર્ગ માં જાય તેમ જવું જીવન જીવવા માટે એક નવું બીબું શોધી કાઢે છે અને ફરી એક નવા નાટક માટે નવા રંગમંચ પર અદાકારી બતાવતો જીવન જીવે છે.

આ કાળ ચક્ર માં છુપાયેલું સત્વ જેને મળી જાય છે તે સદાય ને માટે ઈતિહાસ ના પુસ્તકો યા મંદિર ની પ્રતિમાઓ અથવા તો રસ્તા પર સ્થપાયેલી મૂર્તિઓ માં રહીને અમર થઇ જાય છે.

0 comments

અંતર જ્ઞાન!!

મિત્રો,

"સંતોષ-અસંતોષ માં રચનારા સમાજ માટે જ્ઞાન ના દ્વારે તાળું છે,
ઉગતા સુરજ ને છત્રી થી ઢાંકનારા સમાજ માટે તપતી સવારે પણ કાળું અંધારું છે"

પ્રકાશ આપણને માત્ર દિશા બતાવે છે, રસ્તો આપણને માત્ર માધ્યમ પૂરું પડે છે. દુનિયા માં કોઈ વસ્તુ એવી નથી જેને પામવા માટે મનુષ્ય એ પુરુષાર્થ ના કરવો પડે. પૈસા પાછળ દોડતા સમાજ માં જ્ઞાન નું મહત્વ કોઈ પ્રજ્વલિત દીવા નીચે બનેલા કાળા કુંડાળા જેટલું હોય છે જે દીવા ની જ્યોત સાથે જ જન્મે છે અને તેની સાથે જ સંધ્યા ના સુરજ ની જેમ અસ્થ થઇ જાય છે.

વાસ્તવિક અને કાલ્પનિક આ બે શબ્દો જીવન માં દરેક વ્યક્તિ ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હેરાન કરે છે. દુનિયામાં અમુક એવી વસ્તુઓ, ધટનાઓ બની જતી હોય છે જે પરોક્ષ રીતે આવનારી, થનારી ઘટનાઓ , પરિસ્થિતિઓ નો ખ્યાલ આપે છે. આપણા માનસ પટને વાકેફ કરે છે.જીવન માં ઘટતી દરેક ઘટના પોતાની સાથે ઘણુંબધું સાંકડી ને આવે છે. પરંતુ પરિસ્થિતિ એ ઉભા કરેલા આઘાત- પ્રત્યાઘાત ના ગુણાકાર-ભાગાકાર સમજવા માટે એક મનુષ્ય પાસે જે કઈ પણ હોય છે તે સઘળું તે ભૌતિક જીવન ને સજાવવા માં વેહ્ચી નાખે છે.

આમ જોવા જાવ તો મનુષ્ય હમેશા કત્પુટલી જેવું જીવન જીવતો આવ્યો છે, પછી એ કોઈ મહાન વ્યક્તિ હોય કે નાનકડા ગામ માં રોજી માટે દિવસ રાત મજુરી કરતો કોઈ જીંદગી થી ત્રાસેલો મજુર. મનુષ્ય નો સ્વભાવ હમેશા સરખો રેહતો નથી. દુનિયા માં ઘણી વસ્તુઓ આપણ ને પરિસ્થિતિ સમજાવે છે. જ્ઞાન ની વાત કરવા માટે હોવું જોઈએ તેટલું જ્ઞાન કદાચ મારામાં નથી પરંતુ એ ખાલીપા ને ભરવા માટે કરવા પડતા પુરુષાર્થ નું પ્રતિબિંબ ખોળી શકું એટલી શક્તિ મારી આત્મા મને આપવા સક્ષમ છે.

પ્રેમ,ઘૃણા,પાપ,વિશ્વાસ-અવિશ્વાસ; આ બધા શબ્દોની વ્યાખ્યા દરેક માણસના જીવન પર નિર્ભર કરે છે. ઘણા વ્યક્તિ ઘણી નાની ઉમર માં ઘણું બધું જોઈ લેતા, સમજી લેતા થઇ જાય છે અને ઘણા ને આખું જીવન કોઈ એક પરિસ્થિતિ નો ક્યાસ કાઢવામાં વ્યતીત કરી દેવું પડે છે.

બુદ્ધિજીવીઓ માટે કદાચ આ લેખ કોઈ નીરસ લેખકની આત્મકથાના મધ્યાહન જેવો હોઈ શકે પણ આજ સવાલ તમે તમારી આત્માને પૂછી જુવો. શું તમે કોઈ એક વસ્તુ માટે જે જ્ઞાન કે સમાજ ધરાવો છો તે પુરતી છે? આ બધી વસ્તુઓ જેતે વ્યક્તિના સંતોષ ઉપર નિર્ભર કરે છે.

સુખ અને દુખની હાથ તાલી જીલતા આ જૈવિક સમાજમાં કોઈ વસ્તુનું મૂલ્ય એક મીહ્બત્તી જેટલું જ છે. જયારે માણસને પ્રકાશ ના મળે( વૈજ્ઞાનિક પ્રકાશ/ કૃત્રિમ પ્રકાશ) ત્યારે મીહ્બત્તી ક્ષણિક દિશાસૂચક બની રહે છે, તેમ દરેક વસ્તુની નિર્ભરતા ક્ષણ માટે પણ કૈક વધારે જ હોય છે. રોજ આવનારા પરિવર્તનને વ્યર્થ સમજી બેસનારા આજના માનવ( યંત્ર-તંત્ર) પાસે જીવન તો છે પણ એને જીવવા માટે જરૂરી ધ્યેય, મહત્વાકાંક્ષા અને નિષ્ફળતા સહન કરી શકવાની શક્તિ જે ફક્ત અનાત્ર જ્ઞાન માંથી મળે છે એ નથી.

જીવન આખું સમાજ જિંદગીએ ઉભા કરેલા સવાલોના જવાબો શોધવામાં ગાળે છે અને જયારે જવાબ મળે છે ત્યારે સવાલ ના અર્થ બદલાઈ જાય છે અથવાતો સવાલ પોતે.દૈવી શક્તિ એ બનાવેલ વિશ્વ ને ભૌતિક જ્ઞાન ના બીબા માં ઢાળી દઈને જીવન આખું અસંતોષ ના ઘૂંટડા પીનારા સમાજને કહેવાતા ધર્મ-ગુરુ ની જરૂર નથી બસ અંદર સુતેલ આત્મ જ્ઞાન ને ઓળખવાની છે. ઈશ્વર છે તો બધું છે એવું સમજી લઇને જેમ મંદિર માં ગયા પછી ગમે તેવો પાપી મનુષ્ય આંખ બંધ કરી ને સામે પડેલી મૂર્તિ સિવાય આખી દુનિયા ને ભૂલી જાય છે તેમ, મન અને આત્મા ના એકીકરણ નું નામ એટલે અંતર જ્ઞાન.



 
;