Friday, May 14, 2010 0 comments

મોંઘવારી!!

ઉંઘ માં અડધિ ડુબેલી આંખો, હાથ માં ગરમ ચા નો કપ અને હાથમાં છાપું પકડતાજ આજનો માનવી બરાડી ઉઠે છે કે આ મોંઘવારી ક્યારે જશે. મારા રોજીંદા જીવન માં મે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે લોકો ને એકજ ફરિયાદ્ કરતા જોયા છે કે આ મોંઘવારી મારી નાખસે.

મનુષ્ય ને ભગવાને એક બહુ જ અલૌકીક શ્ક્તિ આપી છે એ છે મુશ્કેલી ને ઓળખવાની. કોઇ પણ પરિસ્થિતિ પાછળ કયુ કારણ, કયુ પરિબળ જવાબદાર છે તે મારા અને તમારા જેવા મનુષ્યો જલ્દિ ઓળખી કાઢે છે. ઉગતી સવાર થી ઢળતી સાંજ વચ્ચે આમ જનતા ને સતાવતો સૌથી મોટો પ્રશ્ન છે “ મોંઘવારી ” .આમ જોવા જાવ તો ઘણા બધા કારણો મારી-તમારી પાસે છે જેને આપણે મોંઘવારી માટે જવાબદાર સમજીએ છીએ. પછી એ વિશ્વ બેંક નુ દેવુ હોય કે સાપુતારા ના રસ્તા જેવો વધતો-ઘટતો ફુગાવો.

પણ અચાનક વસ્તુ ના ભાવ આટલા બધા વધવા પાછળ નુ કારણ આ બધા ઉપરાંત પણ એક છે જે સૌથી મહત્વનુ છે અને એ છે આપણા બધાની બદલાતી જતી માનસીક્તા. મે અને તમે બધાએ આપણા વડવાઓ પાસે થી સાંભળ્યુ છે કે આ વસ્તુ તો અમે એક રુપીયા માં લાવ્તા અને આ વસ્તુ તો અમે બે રુપિયા માં લાવ્તા. તો આજે કેમ એજ વસ્તુ ના ભાવ હતા એના કરતા 25-30% ઘણા થઇ ગયા છે? શાકભાજી હોય કે સોનુ, ભાવ લોકોની ખરિદ શક્તિ કરતા આટલા વધારે કેમ થઇ ગયા? એનુ કારણ છે આપણો સમાજ અને તેની બદલાતી માનસીકતા.

મારા દાદા થી મારા પપ્પા અને એમનાથી મને એક વિચાર વારસા માં મળ્યો છે કે “ સોનુ તો બઉ મોંઘુ ” પણ છેલ્લા કેટલાક વષો થી આ વિચાર ને આપણે થોડો બદલીને આપણા પગ પર જ કુહાડી મારી છે. આજનો સમાજ વિચારે છે કે “ મોંઘુ એટલુ સોનુ ” . આપણા બધા ના દિમાગ માં એક એવી માન્યતા ઘર કરી ગઇ છે કે વસ્તુ ના ભાવ જેટલા મોંઘા વસ્તુ એટલી જ સારી. આજે પણ મારી સોસાઇટીમાં દાણાદાર ઘી વેચવા આવતા ભાઇ ને જોઇ ને હું મમ્મી ને પુછુ ત્યારે તે એવુ જ કે – આવુ ઘી ના લેવાય , સારુ નથી આવતુ. મોટા મોટા મોલ માં, આકર્ષક ડ્બ્બા માં સૌથી બકવાસ એવુ વેજીટેબલ ઘી આપણ ને વધુ સારુ લાગે છે ફક્ત એટલે જ કે તે મોઘું છે?

આજે રીલીફ રોડ પર કપડા નો વેપાર કરતા બધા દુકાનદાર ની એક જ ફરિયાદ છે કે છેલ્લા 5-7 વર્ષ થી ધંધો સાવ ખરાબ થઇ ગયો છે. કારણ? એજ, કપડા આજના લોકો ને મોલ માથી લેવા વધુ ગમે છે અને તે પણ રીલીફ રોડ કરતા 3 ગણા ભાવે. કેમ? આટલી બધી ભૌતિક્તા કેમ છે આજે? “Comfort” ના નામે આજે લોકો આંધળા બની ને કેમ મોઘીં ડાટ વસ્તુઓ ખરીદે છે?અને પછી રાડારાડ. જમીન મોંઘી થઇ, ફ્લેટ ના ભાવ આસમાને છે, સોનુ તો હવે પેઢીઓ નીજ જાગીર છે. આ બધુ થવા પાછ્ળ બે કારણો હોઇ શકે.

1.“ મોંઘુ એટલુ સોનુ ” વાળી માનસિકતા
2.દેખાદેખી માં અનુસરવામાં આવતો ચીલો.

હવે અમુક સવાલ તમારી જાત ને પુછો. તમે છેલ્લે ક્યારે ત્રિસ-પચાસ રુપિયા ની ટીકીટ વાળી થીએટર માં મુવી જોયુ? તમે છેલ્લે લારી પર ઉભા રહી ને પરોઠા-શાક કે ઇડલી-ઢોસા ક્યારે ખાધા હતા? ઘરે બનાવેલા ગાંઠીયા કરતા ગાંઠીયા રથ ના ગાંઠીયા અને ઘરે બનાવેલા પુડલા કરતા જસુબેન ના પિઝ્ઝા લોકો વધારે પસંદ કરે છે. આજ-કાલ તો એક નવો અને અજીબ જ ચિલો પાડ્યો છે લોકો એ. હોટેલ-રેસ્ટોરંટ માં જઇને મિનરલ વોટર પિવાનો. અને જરુરીયાત ન હોવા છત્તાં પણ આડેધડ મોંઘી વસ્તુઓ ખરીદવાનો.
સોસાઇટી ના નાકે ઉભા રહેતા શાકવાળા પાસે 10 રુપિયા માં બટાકા સાથે આદુ-મરચા-કોથમરી મફતમાં માંગતા સીતા-ગીતા-ફલાણા-ઢીંકણા બેન ને આજ્કાલ સુપર મારકેટ નુ 35-40 રુ કિલો બટાકા વાળુ શાક-બકાલુ જ્ ફાવે છે. સ્ટેટસ છે ભઇ.

મારો દીકરો તો આજ સ્કુલ માં ભણવો જોઇએ ભલે ગમે તેટલા રુપિયા આપવા પડે. છોકરો 10th માં આવ્યો હવે તો એને મોબાઇલ જોઇએ જ. બાઇક તો અપાવુજ પડે. કોમ્પુટર તો ઓલ્ડ ફેશન કહેવાય, લેપટોપ જ અપાવીશ હુતો મારા લાડકા ને. આ હાઇ-ફાઇ લાઇફ સ્ટાઇલ આજની જનરેશન ગર્ભમાથી જ શીખી ને આવે છે.ચણા-મમરા, મકાઇ નો ચેવડો હવે દાદા-દાદી ની વાર્તા પુરતો મર્યાદિત થઇ ગયો છે. બર્ગર, સેંડ્વીચ ના ડુચા પુજાય છે.સાયકલ ની જગ્યા એ બાઇક અને બાઇક ની જગ્યા એ કાર આવી ગઇ છે. 10 કિલોમીટર ચાલતો માણસ આજે 1 કિલોમીટર ચાલી શકતો નથી ને પછી પેટ્રોલ ડીસલ ના ભાવ વધારા સામે લાલ આંખ કરે છે.

આવા એક-બે નહી પણ 100 કારણ જવાબદાર છે આ પરિસ્થિતિ માટે. વસ્તુ ની ગુણવત્તા કરતા તેની કિંમત ને વધુ પ્રધાન્ય અપાઇ રહ્યુ છે. તુ દસ વાપરે તો હુ સો વાપરુ એવી આંધળી દેખાદેખી જ્યાં સુધી લોકો ના મગજ માથી દુર નહી થાય ત્યાં મોંઘવારી ની ઉધઇ આપણા સમાજ રુપી છોડ ને કોતરતી રેહ્શે.


-Maulik(The One Man Army)

 
;